સંધ્યા વિદાય લઇ રહી છે
નિરાશા ના રંગ થી , આકાશ થોડી વાર માં છવાયી જશે
દિવસ ના લુપ્ત થતા પ્રકાશ ને નિરખી , અંતર માં અગમ્ય આંદોલનો થાય છે
સવાર થતાજ , આ પ્રકાશ ફરી રેલાશે
સૃષ્ટિ સજીવન થશે ,
પ્રકૃતિ હસી ઉઠશે ,
વળી સંધ્યા !
આ સનાતન ક્રમ છે
પરંતુ માનવ- જીવન માં કોઈ નિયમ નથી
હમેશા પરિવર્તન , નિત્ય નવિન , ઉત્ક્રાંતિ , ક્રાંતિ , વિકાસ , પરિપૂર્ણતા , મૃત્યુ , શાંતિ !
અને આ પ્રવૃત્તિ શા માટે ?
મારું ધ્યેય શું છે ?
સુખ - ક્યારેક શરીર નું - ક્યારેક મન નું ;
શું આ બધી , આખરે ભ્રમણા છે ? માયા છે ?
અંત ને હું નહિ પામી શકું ?
ફિકર નહિ !
પરંતુ હૃદય નું ગીત - એ મુક્ત કંઠે વહેશેજ
એને નહિ રૂંધી શકાય
અરમાનો અધૂરા રહેશે ?
વાંધો નહિ !
સ્વપ્નો ઘડતા હું નહિ અટકી શકું
-------------------------------------------------------------
Anand / 1953

No comments:
Post a Comment